Garlic Price: લસણના ભાવમાં તેજી અટકી, એક સપ્તાહમાં 20 કિલોમાં 400 રૂપિયા તૂટ્યા
તાજેતરમાં લસણના ભાવમાં તેજી આવી હતી. છૂટક બજારમાં લસણના ભાવ એક કિલોના 300 રૂપિયા થયા હતા. પરંતુ હાલ ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના માર્કેટની વાત કરીએ તો લસણના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટ યાર્ડમાં લસણના ભાવ વધી રહ્યા છે. ત્યારે છૂટક બજારમાં લસણના ભાવ એક કિલોના 210 રૂપિયા બોલાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સૌથી વધુ લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને હાલ લસણના ભાવમાં ખૂબ જ ઘટાડો થયો છે. લસણનો ભાવ 20 કિલોનો 5600 સુધી નોંધાયો છે અને હાલ જાહેર બજારમાં લસણનો એક કિલોનો ભાવ 210 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે.
સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, લસણની બજારમાં ભાવમાં ઘટાડો થયો છે. સારા લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે. હાલ માર્કેટ યાર્ડની અંદર લસણની આવકમાં ઘટાડો થયો છે અને માર્કેટિંગ યાર્ડમાં સતત દિવસેને દિવસે લસણના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ભાવનગર તેમજ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં વધારો થયો હતો.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના 600 કટ્ટાની આવક નોંધાઈ હતી. લસણનો સામાન્ય ભાવ 2200 રૂપિયાથી 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે સુપર માલનો ભાવ 3200 રૂપિયાથી 4900 રૂપિયા સુધી નોંધાયો હતો. યાર્ડમાં આવક ઘટતાની સાથે જ ભાવમાં ઘટાડો નોંધાયો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 100 કટ્ટાની લસણની આવક નોંધાઈ હતી અને લસણનો 20 કિલોનો ભાવ સામાન્ય 1,200 થી 3900 રૂપિયા સુધી નોંધાયો હતો. 20 કિલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આવકમાં ઘટાડો થયો છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં 700 ગુણી લસણની આવક નોંધાઈ હતી. જામનગર યાર્ડમાં લસણની આવકમાં ઘટાડો નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં લસણનો ભાવ 1200 થી 5600 રૂપિયા સુધી નોંધાયો હતો.